અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.
પંચમહાલ પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગના એક સભ્યની ધરપકડ સાથે ત્રણ ચોરાયેલા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લાની એસઓજી પોલીસ ટીમે ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ગેંગ હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના ચેસિસ અને એન્જિન નંબરમાં ફેરફાર કરી, ખોટી નંબર પ્લેટ લગાવીને ખોટી એન ઓ સી બનાવી આ વાહનો બજારમાં વેચાણ કરવામાં આવતા હતા પોલીસે આ ગેંગના એક મુખ્ય સભ્યની ધરપકડ કરી છે અને તેની પાસેથી ત્રણ ચોરાયેલા વાહનો જપ્ત કર્યા છે.