ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

 ગોધરાની ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન પ્રસુતાનું મોત 


બે બાળકોની માતાનું મૃત્યુ થતાં શોકની લાગણી ફેલાઈ 

પરિવારજનોએ હોસ્પિટલમાં મચાવ્યો હોબાળો 

 ડિલિવરી દરમ્યાન તબીબની બેદરકારીથી મહિલાનું મૃત્યુ થયુ હોવાનો પરિવારજનોનો આક્ષેપ 



મળતી માહિતી મુજબ, રિઝવાનાને પ્રસૂતિ માટે સારા મધર હેલ્થ કેર હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર, થોડા સમય બાદ તબીબોએ જણાવ્યું કે રિઝવાનાનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું છે. 


. દર્દીને ગોધરાના મઝાહિર મીઠીબોરવાલા પાસેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ રિઝવાનાનું બ્લડ પ્રેશર ઓછું થઈ ગયાનું જણાવ્યું હતું, આમ, બંને તબીબોના નિવેદનમાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો છે.પ્રસૂતાના મોત બાદ રોષે ભરાયેલા સ્વજનોએ સારા મધર એન્ડ હેલ્થ કેર હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.હાલ પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. તબીબી બેદરકારીના આક્ષેપોને પગલે સ્થાનિક આરોગ્ય વિભાગ ઘટનાની વિગતો મેળવે છે કે કેમ તે જોવું રહ્યું.

Popular posts from this blog

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.