Posts

પંચમહાલ જિલ્લામાં ઇ ગ્રામ કર્મચારીઓને છૂટા કરવાના નિર્ણય સામે તીવ્ર વિરોધ, ડીજીટલ સેવાઓ ખોરવાશે..

Image
 પંચમહાલ જિલ્લામાં ઇ-ગ્રામ કર્મચારીઓને છૂટા કરવાના નિર્ણય સામે તીવ્ર વિરોધ, કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું  રાજ્ય સરકાર દ્વારા ઇ-ગ્રામ યોજના હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓને અચાનક છૂટા કરવાના નિર્ણય સામે તીવ્ર વિરોધ થઈ રહ્યો છે. આ અંગે કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારી અને સાંસદને આવેદનપત્ર પાઠવ્યું છે.   પંચમહાલ જિલ્લામાં ઇ-ગ્રામ  યોજના અંતર્ગત જિલ્લા અને તાલુકા સ્તરે ફરજ બજાવતા અનેક કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા અચાનક છૂટા કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયથી કર્મચારીઓમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.  આવેદનપત્રમાં કર્મચારીઓએ પોતાની માંગણીઓ રજૂ કરી છે અને વિના કારણે છૂટા કરવામાં આવેલા કર્મચારીઓને યોગ્ય વળતર અને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી છે  કર્મચારીઓનું કહેવું છે કે, આ નિર્ણયથી ગામડાઓમાં ડિજિટલ સેવાઓ, આધાર, રેશન કાર્ડ, જન્મ-મૃત્યુ નોંધણી જેવા મહત્વના કામો ઠપ થઈ શકે છે અને ગ્રામીણ વિસ્તારોના લોકોને મુશ્કેલી પડશે.

ગોધરામાં તનઝીમુલ મુસ્લિમીન સંગઠને (SIR) ની કામગીરીમાં ખોટી રીતે નામો કમી કરવા સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો કસૂરવાર સામે પગલા ભરવાની માંગ કરી

Image
 ગોધરામાં તનઝીમુલ મુસ્લિમીન સંગઠને મતદાર યાદીના  (SIR)ની કામગીરીમાં ખોટી રીતે નામો કમી કરવા સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. સંગઠનના સભ્યોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત પત્ર આપીને કસૂરવાર અધિકારીઓ અને વ્યક્તિઓ સામે તાત્કાલિક પગલા ભરવાની માંગ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 2026ના SIR પ્રક્રિયા દરમિયાન મુસ્લિમ વિસ્તારોમાંથી અનેક વ્યક્તિઓના નામોને અયોગ્ય અને ઇરાદાપૂર્વક કમી કરવામાં આવ્યા હોવાના આરોપ છે. આનાથી અસરગ્રસ્ત લોકોને વોટિંગના અધિકારથી વંચિત રાખવાનું કાવતરું હોવાનું તનઝીમુલ મુસ્લિમીનના પ્રતિનિધિઓએ જણાવ્યું છે. સંગઠને આને લોકશાહીના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને તપાસની માંગ કરી છે. તનઝીમુલ મુસ્લિમીને જણાવ્યું છે કે "આ માત્ર વહીવટી ભૂલ નથી, પરંતુ જાણી જોઈને કરાયેલું કૃત્ય છે. અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે કસૂરવારોની તપાસ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કમી કરાયેલા નામોને પુનઃસ્થાપિત કરવામાં આવે.

ગોધરા: પાનમ સિંચાઈ પેટા વિભાગ-3 ના નાયબ ઇજનેર સામે અપ્રમાણસર મિલકતની ACB માં નોંધાઈ ફરિયાદ

Image
 ગોધરા: પાનમ સિંચાઈ પેટા વિભાગ-3 ના નાયબ ઇજનેર સામે અપ્રમાણસર મિલકતની નોંધાઈ ફરિયાદ  એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી શરૂ. તત્કાલીન નાયબ કાર્યપાલક ઈજનેર સ્નેહલકુમાર જસવંતલાલ શાહ પર અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ  આજની મોટી ખબર પંચમહાલ જિલ્લાના ગોધરાથી...  લાંચ રુશ્વત વિરોધી બ્યુરો એટલે કે ACBએ ફરી એક વખત સરકારી વિભાગમાં ભ્રષ્ટાચારના મામલામાં કડક કાર્યવાહી કરી છે.  ગોધરા ખાતેના  પાનમ સિંચાઈ પેટા વિભાગ-3 ના તત્કાલીન નાયબ ઇજનેર  સામે 33 લાખ ઉપરાંત અપ્રમાણસર મિલકત વસાવવાની ફરિયાદ ACBમાં નોંધાઈ છે.  આ ફરિયાદમાં આરોપ છે કે, નાયબ ઇજનેરે પોતાની  આવક કરતાં 74 ટકાથી  વધુ મિલકતો, અને અન્ય સંપત્તિ વસાવી છે, જે ભ્રષ્ટાચાર અને અનૈતિક માર્ગો દ્વારા મેળવવામાં આવી હોવાની શંકા છે.  ACBના અધિકારીઓએ આ મામલાની પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. જલ્દી જ આરોપી અધિકારીના ઘર-દફ્તર પર દરોડા પાડવામાં આવી શકે છે અને મિલકતોની વિગતવાર તપાસ કરવામાં આવશે.  આવા કેસોમાં ACB સામાન્ય રીતે Prevention of Corruption Act હેઠળ કાર્યવાહી કરે છે, જેમાં અપ...

પાવાગઢ રોડ પરથી અપહરણ થયેલાં બાળકને ગણતરીની કલાકો માંજ હેમખેમ શોધી કાઢતી પંચમહાલ પોલીસ..

Image
 પાવાગઢ રોડ પરથી અપહરણ થયેલ 5 માસના  માસૂમ બાળકને પોલીસે હેમખેમ શોધી કાઢી અને તેને તેના માતા-પિતાને સુરક્ષિત  સોંપ્યુ આ ઘટના પાવાગઢ રોડ પર સાઈ મંદિર નજીક બની હતી, જ્યાં શ્રમજીવી પરિવાર રોડની બાજુમાં રાત વિતાવી રહ્યો હતો. મોડી રાત્રે એક અજાણી વ્યક્તિએ બાળકને ઉઠાવી લીધૂ હતું. પરિવારની તાત્કાલિક ફરિયાદ પર હાલોલ પોલીસ સ્ટેશને અપહરણનો ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી.પોલીસે આસપાસના  સીસીટીવી કેમેરાના ફુટેજનું વિશ્લેષણ કર્યું. અને તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યો. બાળકને કોઈ ઈજા વગર સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં આવ્યુ અને તેને તેના માતા-પિતાની ગોદમાં સોંપવામાં આવ્યૂ હતુ.જિલ્લા પોલીસ વડા અને હાલોલ પોલીસની ટીમની ત્વરિત અને સમયસર કાર્યવાહીને કારણે આ સફળતા મળી હતી.

પાવાગઢ રોડ પર પાંચ માસની બાળકીનું અપહરણ, પોલીસનો ધમધમાટ શરૂ..

Image
 આજના બ્રેકિંગ ન્યૂઝમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ રોડ પર એક 5 માસની માસુમ બાળકીનું અપહરણ થયું છે. આ ઘટના મોડી રાતની છે, જ્યારે બાળકી તેના પરિવાર સાથે રોડની બાજુમાં સુતી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફુટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ ઘટના પાવાગઢ રોડ પર સાઈ મંદિર નજીકના વિસ્તારમાં બની છે. બાળકીના પરિવારના જણાવ્યા મુજબ, તેઓ શ્રમજીવી છે અને રોડના ફુટપાથ પર રાત વિતાવી રહ્યા હતા. મોડી રાતે એક અજાણી વ્યક્તિ આવી અને બાળકીને ઉઠાવીને લઈ ગઈ. આ તમામ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં આરોપી સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.પરિવારની ફરિયાદ પર હાલોલ પોલીસ સ્ટેશને અપહરણનો ગુનો નોંધ્યો છે. જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ જુદી-જુદી ટીમો બનાવવામાં આવી છે. પોલીસે આસપાસના વિસ્તારોના વધુ સીસીટીવી ફુટેજ તપાસવાનું શરૂ કર્યું છે અને સ્થાનિક લોકોના નિવેદનો પણ લઈ રહી છે. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે,  પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે  જો તમારી પાસે કોઈ માહિતી હોય તો તાત્કાલિક હાલોલ પોલીસને જાણ કરો.

રાજપૂત સમાજના 100 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય શતાબ્દી મહોત્સવ યોજાયો"વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલેન્સ" એવોર્ડ એનાયત..

Image
 ગોધરા ખાતે રેવા કાંઠા રાજપૂત સમાજના 100 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. આ ઐતિહાસિક પ્રસંગે સમાજના સંગઠનને વિશેષ સન્માન મળ્યું છે.  પંચમહાલ જિલ્લાના ગોધરામાં આયોજિત આ શતાબ્દી મહોત્સવમાં હજારો રાજપૂત સમાજના સભ્યો, આગેવાનો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના 100 વર્ષની સફરને યાદ કરતાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત નૃત્ય, ભજન-કીર્તન અને સમાજસેવાના પ્રદર્શનો યોજાયા હતા.  આ પ્રસંગે રેવા કાંઠા રાજપૂત સમાજના સંગઠનને તેમની ઉત્તમ સેવા, સમાજોત્થાન અને સાંસ્કૃતિક વારસાના જતન માટે "વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલેન્સ" નામનો વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ સમાજની 100 વર્ષની અવિરત સેવા અને સમર્પણને માન આપતો છે.   આ મહોત્સવ દરમિયાન સમાજના વરિષ્ઠો દ્વારા યુવાન પેઢીને પરંપરા અને આધુનિકતાના સમન્વયનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાજપૂત સમાજના આગેવાનોએ જણાવ્યું કે આ 100 વર્ષની યાત્રા એકતા, સેવા અને સંસ્કારોની છે, અને આવનારા વર્ષોમાં પણ આ યાત્રા ચાલુ રહેશે.

ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં એક ગંભીર બેદરકારી સામે આવી

Image
 ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં એક ગંભીર બેદરકારી સામે આવી છે. યુનિવર્સિટીના અધિકારીઓ અને પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસ્યા વિના જ પરત કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર, યુનિવર્સિટીમાં તાજેતરમાં યોજાયેલી પરીક્ષાઓની 11000 ઉપરાંત ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કર્યા વિના જ તેને યુનિવર્સિટીને પરત કરી દેવામાં આવી છે. આના કારણે વિદ્યાર્થીઓના માર્ક્સ અને રિઝલ્ટમાં અનિયમિતતા જોવા મળી છે, જે તેમના કારકિર્દી અને આગળના અભ્યાસને અસર કરી શકે છે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં આ વિશે તીવ્ર આક્રોશ વ્યાપી ગયો છે,  યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને જવાબદાર પ્રોફેસરોને નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તેઓએ કહ્યું કે, "આ પ્રકારની બેદરકારી અસ્વીકાર્ય છે અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ઉત્તરવહીઓનું પુનઃમૂલ્યાંકન કરવાની માંગ ઉઠી છે