ગોધરામાં તનઝીમુલ મુસ્લિમીન સંગઠને (SIR) ની કામગીરીમાં ખોટી રીતે નામો કમી કરવા સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો કસૂરવાર સામે પગલા ભરવાની માંગ કરી
ગોધરામાં તનઝીમુલ મુસ્લિમીન સંગઠને મતદાર યાદીના (SIR)ની કામગીરીમાં ખોટી રીતે નામો કમી કરવા સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. સંગઠનના સભ્યોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત પત્ર આપીને કસૂરવાર અધિકારીઓ અને વ્યક્તિઓ સામે તાત્કાલિક પગલા ભરવાની માંગ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, 2026ના SIR પ્રક્રિયા દરમિયાન મુસ્લિમ વિસ્તારોમાંથી અનેક વ્યક્તિઓના નામોને અયોગ્ય અને ઇરાદાપૂર્વક કમી કરવામાં આવ્યા હોવાના આરોપ છે. આનાથી અસરગ્રસ્ત લોકોને વોટિંગના અધિકારથી વંચિત રાખવાનું કાવતરું હોવાનું તનઝીમુલ મુસ્લિમીનના પ્રતિનિધિઓએ જણાવ્યું છે. સંગઠને આને લોકશાહીના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને તપાસની માંગ કરી છે.
તનઝીમુલ મુસ્લિમીને જણાવ્યું છે કે "આ માત્ર વહીવટી ભૂલ નથી, પરંતુ જાણી જોઈને કરાયેલું કૃત્ય છે. અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે કસૂરવારોની તપાસ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કમી કરાયેલા નામોને પુનઃસ્થાપિત કરવામાં આવે.