પંચમહાલ જિલ્લામાં ઇ ગ્રામ કર્મચારીઓને છૂટા કરવાના નિર્ણય સામે તીવ્ર વિરોધ, ડીજીટલ સેવાઓ ખોરવાશે..
પંચમહાલ જિલ્લામાં ઇ-ગ્રામ કર્મચારીઓને છૂટા કરવાના નિર્ણય સામે તીવ્ર વિરોધ, કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું
રાજ્ય સરકાર દ્વારા ઇ-ગ્રામ યોજના હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓને અચાનક છૂટા કરવાના નિર્ણય સામે તીવ્ર વિરોધ થઈ રહ્યો છે. આ અંગે કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારી અને સાંસદને આવેદનપત્ર પાઠવ્યું છે.
પંચમહાલ જિલ્લામાં ઇ-ગ્રામ યોજના અંતર્ગત જિલ્લા અને તાલુકા સ્તરે ફરજ બજાવતા અનેક કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા અચાનક છૂટા કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયથી કર્મચારીઓમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.
આવેદનપત્રમાં કર્મચારીઓએ પોતાની માંગણીઓ રજૂ કરી છે અને વિના કારણે છૂટા કરવામાં આવેલા કર્મચારીઓને યોગ્ય વળતર અને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી છે
કર્મચારીઓનું કહેવું છે કે, આ નિર્ણયથી ગામડાઓમાં ડિજિટલ સેવાઓ, આધાર, રેશન કાર્ડ, જન્મ-મૃત્યુ નોંધણી જેવા મહત્વના કામો ઠપ થઈ શકે છે અને ગ્રામીણ વિસ્તારોના લોકોને મુશ્કેલી પડશે.