ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં એક ગંભીર બેદરકારી સામે આવી

 ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં એક ગંભીર બેદરકારી સામે આવી છે. યુનિવર્સિટીના અધિકારીઓ અને પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસ્યા વિના જ પરત કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.



મળતી માહિતી અનુસાર, યુનિવર્સિટીમાં તાજેતરમાં યોજાયેલી પરીક્ષાઓની 11000 ઉપરાંત ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કર્યા વિના જ તેને યુનિવર્સિટીને પરત કરી દેવામાં આવી છે. આના કારણે વિદ્યાર્થીઓના માર્ક્સ અને રિઝલ્ટમાં અનિયમિતતા જોવા મળી છે, જે તેમના કારકિર્દી અને આગળના અભ્યાસને અસર કરી શકે છે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં આ વિશે તીવ્ર આક્રોશ વ્યાપી ગયો છે, 


યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને જવાબદાર પ્રોફેસરોને નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તેઓએ કહ્યું કે, "આ પ્રકારની બેદરકારી અસ્વીકાર્ય છે અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ઉત્તરવહીઓનું પુનઃમૂલ્યાંકન કરવાની માંગ ઉઠી છે

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.