પાવાગઢ રોડ પરથી અપહરણ થયેલાં બાળકને ગણતરીની કલાકો માંજ હેમખેમ શોધી કાઢતી પંચમહાલ પોલીસ..
પાવાગઢ રોડ પરથી અપહરણ થયેલ 5 માસના માસૂમ બાળકને પોલીસે હેમખેમ શોધી કાઢી અને તેને તેના માતા-પિતાને સુરક્ષિત
સોંપ્યુ
આ ઘટના પાવાગઢ રોડ પર સાઈ મંદિર નજીક બની હતી, જ્યાં શ્રમજીવી પરિવાર રોડની બાજુમાં રાત વિતાવી રહ્યો હતો. મોડી રાત્રે એક અજાણી વ્યક્તિએ બાળકને ઉઠાવી લીધૂ હતું. પરિવારની તાત્કાલિક ફરિયાદ પર હાલોલ પોલીસ સ્ટેશને અપહરણનો ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી.પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફુટેજનું વિશ્લેષણ કર્યું. અને તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યો. બાળકને કોઈ ઈજા વગર સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં આવ્યુ અને તેને તેના માતા-પિતાની ગોદમાં સોંપવામાં આવ્યૂ હતુ.જિલ્લા પોલીસ વડા અને હાલોલ પોલીસની ટીમની ત્વરિત અને સમયસર કાર્યવાહીને કારણે આ સફળતા મળી હતી.