ગોધરાની પોલન બજાર ઉર્દૂ કુમાર શાળામાં ૭૬ માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી..
ગોધરાની પોલન બજાર ઉર્દૂ કુમાર શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી
વિધાર્થીઓએ દેશ માટે બલિદાન આપનાર સ્વતંત્ર સેનાનીઓ અને બંધારણ ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરના ઈતિહાસ વિશે વક્તવ્યો રજૂ કર્યા
સમગ્ર દેશમાં ૭૬ માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગોધરાની પોલન બજાર ઉર્દૂ કુમાર શાળામાં પણ પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી શાળાના બાળકો દ્વારા વિશેષ પ્રકારનાં કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ઉપસ્થિત શ્રોતાઓને વિધાર્થીઓએ દેશ માટે બલિદાન આપનાર સ્વતંત્ર સેનાનીઓ અને બંધારણ ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરના ઈતિહાસ વિશે માહિતગાર કરતાં વક્તવ્યો રજૂ કર્યા હતા
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શશિકાંત જૈન ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં રમતમાં વિજેતા થયેલા વિધાર્થીઓને ટ્રોફી અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શાળાના સંકુલમાં શાળાના વિદ્યાર્થીઓ શાળાના આચાર્ય અને શિક્ષકો, SMC સભ્યો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા