ગોધરા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને અનુલક્ષીને કારોબારી સમિતિ ની અગત્યની મિટિંગ યોજાઈ

 ગોધરા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને અનુલક્ષીને કારોબારી સમિતિ ની અગત્યની મિટિંગ યોજાઈ


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાંની સાથે જ રાજ્યમાં ફરી એક વાર રાજકીય ચર્ચાનો દોર શરૂ થયો છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાતને પગલે ભાજપ અને કૉંગ્રેસ બંનેએ પોતે 'ચૂંટણી માટે તૈયાર' હોવાની વાત સાથે મિટિંગનો દોર શરૂ કર્યો છે.


પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જય બાપુ જય ભીમ જય સંવિધાનના કાર્યક્રમની સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને કારોબારી સમિતીની અગત્યની મિટિંગ વિશ્વ કર્માં ચોક કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારના માર્ગ દર્શન હેઠળ રાખવામાં આવી હતી જેમાં તાલુકા વાઇઝ યોજાનાર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી ઉપયોગી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી 

જેમાં કોંગ્રેસના હોદ્દેદારો,વરિષ્ઠ આગેવાનો,ચુંટાયેલા સભ્યો,અને સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા





Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.