ગોધરા નદીસર ના ગ્રામજનો ખનીજ વિભાગ કાર્યવાહી કરતું નથી તેવા આક્ષેપ સાથે આવેદન આપવા સેવાસદન ખાતે પહોંચ્યા

 ગોધરા તાલુકાના નદીસર ગામે ગેરકાયદેસર ખનિજ ચોરી અટકાવવા આવેદન પત્ર આપવા ગ્રામજનો કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા 


પંચમહાલ જિલ્લા ખાણ ખનિજ વિભાગને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી ના આક્ષેપ  ગામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે 


પંચમહાલ જિલ્લામાં બેફામ રીતે ગેર કાયદેસર ચાલતો  ખનીજનો કાળો કારોબાર આખરે કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે? નદીસર ના ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ ખાન ખનિજ વિભાગ દ્વારા કેમ  કાર્યવાહી કરવામાં આવતી નથી?


પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામે ગેરકાયદેસર પરવાનગી વગર ખનિજ ચોરી થઈ રહેલ છે તેમ છતાં ખનિજ વિભાગ દ્વારા ખનિજ ચોરી અટકાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા ગંભીર આક્ષેપ સાથે નદીસર ગામના લોકો સરપંચને સાથે રાખી આવેદનપત્ર આપવા માટે જિલ્લા કલેકટર કચેરી  ખાતે આવી પહોંચ્યા હતાં પરંતુ સરપંચ દ્વારા અચાનક આ લોકોને  આવેદનપત્ર આપ્યા  વગર પાછા  લઈને  જતા રહેતા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા હતા



Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.