ગોધરામાં મુખ્ય બસ સ્ટેન્ડ સ્થળાંતરને લઈને સ્થાનિક વેપારીઓએ વિરોધ નોંધાવ્યો
ગોધરામાં મુખ્ય બસ સ્ટેન્ડ સ્થળાંતરને લઈને સ્થાનિક વેપારીઓએ નોંધાવ્યો વિરોધ
જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લા કલેકટર દ્વારા લાલબાગ બસ સ્ટેન્ડ ભુરાવાવ ખાતે સ્થાળાંતર કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે
ગોધરા શહેરમાં બે ફાટક બંધ હોવાથી ટ્રાફિક સમસ્યા માથાના દુઃખાવા સમાન બની છે પહેલા તંત્ર દ્વારા બે ફાટકોના રસ્તા શરૂ કરવામાં આવે અને નવીન બનેલ પુલ ચાલુ કરવામાં તેવી માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે
બસ સ્ટેન્ડ સ્થળાંતર થશે તો અમારા ધંધા રોજગાર ખલાસ થઈ જશે જેથી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી બસ સ્ટેન્ડને યથાવત સ્થિતિમાં રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.