ગોધરામાં રામસાગર તળાવની સફાઈ અને તળાવની ફરતે આવેલા મંદિરોની ગરિમા જાળવવા પાલિકાની બેદરકારી
ગોધરા શહેરની મધ્યમાં આવેલ રામસાગર તળાવની સફાઈ કરવામાં પાલિકા નિષ્ફળ નીવડી
રામસાગર તળાવ સામે શ્રી રંગ અવધૂત મહારાજનું જન્મ સ્થળ અને તળાવ ફરતે આવેલાં ધાર્મિક સ્થળોની ગરિમા જાળવવા પાલિકાની બેદરકારી સામે આવી છે
સ્વચ્છ ગોધરા સુંદર ગોધરાની વાતો વચ્ચે ગોધરા રામસાગર તળાવના કિનારે શ્રી રંગ અવધૂત મહારાજના જન્મ સ્થળ નજીક પણ ખુલ્લામાં ગંદકીના ઢગ જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે
ગોધરાની મધ્યમાં શહેરની સુંદરતામાં વધારો કરતું ઐતિહાસિક પૌરાણિક રામસાગર તળાવ આવેલું છે તળાવની ફરતે પૌરાણિક મંદિરો આવેલા છે છતાં રામસાગર તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે વહીવટી તંત્ર દ્વારા તળાવની સફાઈ અને જાળવણી માટે દરકાર લેવાતી નથી જેથી શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે તળાવની સફાઈ કરી જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે