ઘોઘંબા આદિવાસી યુવા સમિતિ દ્વારા નવીન ગુંદી તાલુકાના વિરોધમાં સંમેલન યોજાયું MLA ને પડકાર ફેંક્યો

 નવીન ગુંદી તાલુકાની માંગના વિરોધને લઈ આદિવાસી યુવા સમિતિ દ્વારા સંમેલન યોજાયું 

મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના લોકો એકઠા થઈ કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચોહાણ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી આદિવાસી જિંદાબાદ ના નારા સાથે રેલી યોજી 
  
કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા અલગ ગુંદી તાલુકાની માંગ કરવામાં આવતા લોકોમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે દિન પ્રતિદિન લોકોનો આક્રોષ વધતો જોવા મળી રહ્યો છે 


આજરોજ ઘોઘંબા આદિવાસી યુવા સમિતિ દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા હતા 

કાલોલના ધારાસભ્ય પીઠ પાછળ રમતો રમતા હોવાનો આક્ષેપ કરી 
ધારાસભ્યને પડકાર ફેંકતા આદિવાસી યુવા સમિતિના પ્રમુખ વિજય રાઠવા એ કહ્યું હતું કે જો તેમનામાં તાકાત હોય તો તેઓ અમારી સાથે તારીખ ને દિવસ આપે અમે ડિબેટ કરવા માટે તૈયાર છીએ ઘોઘંબા તાલુકાને વિભાજિત કરવામાં આવશે તો આનો વિરોધ કરવામાં અમે કોઈ પાછી પાની રાખીયે નહીં તેવો લલકાર ફેંક્યો હતો

Send
Send

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.