ગોધરામાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ના પરીપત્ર ની અમલવારી કરાઈ

 ગોધરાની જીલ્લા સેવાસદન કચેરી સહિત અન્ય સરકારી કચેરીઓ આગળ પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાઈ


રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ના પરીપત્ર ની અમલવારી કરાઈ



અલગ અલગ સરકારી વિભાગો મા નોકરી કરતા કર્મચારીઓ સહિત અરજદારો હેલમેટ પહેરીને ન આવતા દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી 


રાજ્ય પોલીસ વડા દ્વારા પરીપત્ર બહાર પાડી કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી




 આ અંગે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે 


 રાજ્યના દરેક સરકારી કર્મચારીએ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. આ અંગે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. સચિવાલયના તમામ વિભાગ ઉપરાંત તમામ સરકારી, અર્ધસરકારી કચેરી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર વાહનો પર આવતા અધિકારીઓ/કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. હેલ્મેટ વગર કર્મચારીને સરકારી કચેરીમાં પ્રવેશ નહીં મળે.



 રાજ્યમાં વધતાં જતાં માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજા/મૃત્યુના બનાવો ધ્યાને લેતા માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરુરી છે. 

 

ગોધરામાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ના પરીપત્ર ની અમલવારી કરાઈ હતી 


અલગ અલગ સરકારી વિભાગો મા નોકરી કરતા કર્મચારીઓ સહિત અરજદારો હેલમેટ પહેરીને ન આવતા દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.