ગોધરામાં નવનિર્મિત ઓવરબ્રિજ ચાલુ કરવા શહેરીજનોની માંગ
ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લીધે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો
કરોડોના ખર્ચે બનેલ ઓવરબ્રિજ ચાલુ કરવા શહેરીજનોની ઉઠી માંગ
ગોધરા શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે
શહેરના ભુરાવાવ થી બસ સ્ટેન્ડ જવાના માર્ગે કરોડોના ખર્ચે નવીન ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ તંત્ર દ્વારા કોઈક કારણોસર બ્રીજ ચાલુ કરવામાં આવતું નથી જેથી વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે
વાહન ચાલકો અવરજવર ના કરે માટે કોન્ટ્રાક્ટર દ્વારા બેરિકેટ મૂકી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે વહેલી તકે બ્રિજ ચાલુ કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા માંગ ઉઠવા પામી છે