ગોધરાના નામાંકીત વકીલ દ્વારા સરકારી કચેરીઓને તોડપાડુઓથી મુક્ત કરવા ગૃહમંત્રીને પત્ર લખી માંગ કરાઈ
ગોધરાના નામાંકીત વકીલ રમજાની જૂજારા દ્વારા સરકારી કચેરીઓની પરિસર મા અડિંગો જમાવી તોડ પાણી કરતાં ઈસમો સામે કાર્યવાહી કરવા રાજ્યના ગૃહમંત્રી ને પત્ર લખવામાં આવ્યો
રાજ્યના પોલીસ સ્ટેશનો,કોર્ટ સંકુલ અને જેલ પરિસર ને તોડ પાડુઓથી મુક્ત કરવા માંગણી કરાઇ
ગોધરાના સામાજિક કાર્યકર અને નામાંકીત વકીલ રમજાની જુજારા દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં તેમને સામાજિક ક્ષેત્રે થતી ચોરી,દારૂ,જુગાર જેવી અસામાજિક પ્રવુતિઓ કરતાં માથાભારે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોને પોલીસ સ્ટેશનો,કોર્ટ સંકુલ અને જેલ પરિસર જેવી સરકારી કચેરીઓમાં અડિંગો જમાવી બેઠેલા તોડ પાની કરતાં ઈસમો પ્રોત્સાહન પૂરું પાડી આર્થિક લાભ ખાટતા હોવાનો આક્ષેપ કરાયો હતો આ બાબતે ગુપ્ત રાહે તપાસ કરાવી તોડપાની કરતાં ઈસમો થી મુક્ત કરવા માંગણી કરવામાં આવી છે