કલોલની સેટકો કંપની દ્વારા ૪૦૦ જેટલા કર્મચારીઓને ફરજ મુક્ત કરતા રોષ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
કાલોલની સેટકો ઓટો મેટીવ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા અંદાજે 400 જેટલા કર્મચારીઓ ને ફરજ મુક્ત કરવામાં આવતા કર્મચારીઓ મા રોષ
200 જેટલા કર્મચારીઓએ ન્યાયની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આવેલી સેટકો ઓટો મેટીવ પ્રાઈવેટ કંપની દ્વારા અંદાજે 400 જેટલા કર્મચારીઓને અચાનક ફરજ મુક્ત કરવામાં આવ્યા છે કંપની દ્વારા અચાનક લેવાયેલા નિર્ણય થી 400 પરિવારો નિરાધાર બન્યા છે કંપનીના નિર્ણય સામે કર્મચારીઓ રોષે ભરાયાં છે કર્મચારીઓ દ્વારા જીલ્લા શ્રમ આયોગ કચેરી ખાતે પહોંચી નોકરીમાં પરત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જ્યારે જિલ્લા કલેકટરને ન્યાયની માંગ સાથે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી