ગોધરાની જર્જરિત ઐતિહાસિક ઇમારતોની પુરાતત્વ વિભાગે મુલાકાત લઈ અહેવાલ તૈયાર કર્યો
ગોધરાની જર્જરિત ઐતિહાસિક ઇમારતોની પુરાતત્વ વિભાગે લીધી મુલાકાત
ગોધરાનું ગાંધી આશ્રમ, જૂની પ્રાંત કચેરી,અને સેવા સદન કચેરીના સંકુલમાં આવેલી કચેરી જર્જરિત હાલતમાં ધૂળ ખાઈ રહી છે આ ઐતિહાસિક સ્થળોની જાળવણી માટે તાજેતરમાં કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભાટીની આગેવાનીમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જે સમાચાર ABC ન્યુઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા જે અનુસંધાને ગોધરાની જર્જરિત ઐતિહાસિક ઇમારતોની પુરાતત્વ વિભાગે મુલાકાત લીધી હતી ભારત આર્કીયોલોજિસ્ટ વિભાગની ટીમ દ્વારા આધુનિક સાધનો અને ટેકનિકલ માણસો સાથે ગોધરા આવ્યા હતા આ ત્રણેય જગ્યાઓની જાત તપાસ કરી અહેવાલ તૈયાર કર્યો હતો તેમ અજિત ભટ્ટી એ જણાવ્યું હતું
બાઈટ:- અજીતસિંહ ભાટી
પૂર્વ પ્રમુખ,કોંગ્રેસ સમિતિ.