ગોધરા ભાજપ દ્વારા દિલ્હી વિધાનસભામાં ભાજપે ઐતિહાસિક જીત મેળવતા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરાઇ

 ગોધરા ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હી વિધાનસભામાં ભાજપે ભવ્ય જીત મેળવતા ઉજવણી કરાઇ

 


શહેરના પાંજરાપોળ ખાતે બીજેપીના કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વિજય ઉત્સવ મનાવ્યો



દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષે બમ્પર બહુમતી સાથે ભાજપે ઐતિહાસિક વાપસી કરી છે. 1993 માં જ્યારે પહેલી વાર ચૂંટણી થઈ ત્યારે રામમંદિર આંદોલનની લહેરમાં ભાજપે એકતરફી જીત મેળવી હતી. જો કે પાંચ વર્ષના કાર્યકાળમાં પાર્ટીને ત્રણ વખત મુખ્યમંત્રી બદલવા પડ્યા હતા. ત્યાર બાદ વર્ષ 1998 માં ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી હતી. કોંગ્રેસ સતત ત્રણ વખત દિલ્હીમાં સત્તા પર આવ્યું હતું અને હવે આમ આદમી પાર્ટી છેલ્લા ત્રણ વખતથી સત્તામાં હતું.


દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષેના વનવાસ પછી બમ્પર બહુમતી સાથે ભાજપે ઐતિહાસિક વાપસી કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પાર્ટી દ્વારા ઐતિહાસિક જીત ની ઉજવણી કરવામાં આવી હતી

 

શહેરના પાંજરાપોળ ખાતે બીજેપીના કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વિજય ઉત્સવ મનાવ્યો હતો

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.