હિન્દુ મુસ્લિમ એકતાનો અદભુત નજારો એકજ મંડપમાં યોજાયો પોતાના ધર્મના રીત રિવાજ મુજબ લગ્ન પ્રસંગ
ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 10 માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોમી એક્તા નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું
હિન્દુ યુવક યુવતીના હિન્દુ ધર્મના રીત રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા
ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 10 માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ ધર્મના દંપત્તિ સહીત 9 જેટલા દંપત્તીઓના એકજ મંડપમાં લગ્ન કરાવવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આ સમૂહ લગ્નમાં મુસ્લિમો દ્વારા હિન્દુ યુવક યુવતી ના હિન્દુ રીત રિવાજ મુજ લગ્ન કરાવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જ્યારે મુસ્લિમ જોડાઓના મુસ્લિમ શરિયત મુજબ નીકાહ પઢાવ્યા હતા એટલું જ નહીં ઘરવખરીનો તમામ સામાન પલંગ તિજોરી સહિત તમામ વસ્તુ ટ્રસ્ટ તરફ થી મફત આપવા આવી હતી આ સમૂહ લગ્નમાં વિધ્યાબેન નિરંકારી,ચંદુ પરમાર ટ્રસ્ટના પ્રમુખ દિલું હાજી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા