ગોધરા RTO કર્મચારી હડતાળ પર કામઅર્થે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા તા ની કામગીરી ઠપ
ગોધરા આરટીઓમાં હડતાળથી આરટીઓની કામગીરી ઠપ
પડતર માંગણીઓને લઈને આરટીઓ ઇન્સ્પેક્ટર્સ એક દિવસની હડતાળ પર ઉતર્યા
લાયસન્સ,વાહન ઇ ચલન સહિતની કામગીરી માટે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા
રાજ્યભરના આરટીઓ ઇન્સ્પેક્ટર પડતર માંગણીઓને લઇને આજે એક દિવસની નો લોગીન હડતાળ પર ઉતર્યા હતા ગોધરા આરટીઓમાં પણ આજે આરટીઓ ઓફિસની કામગીરી સંપૂર્ણપણે બંધ રહી હતી, ઇન્સ્પેક્ટરો ના આ પગલાથી આરટીઓ કચેરીમાં આવનાર અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
આરટીઓ ઇન્સ્પેક્ટરો છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રશ્નોના ઉકેલની માંગ કરી રહ્યા છે બઢતી, પ્રોબેશન, અનિયમિત બદલીઓ અને નાઇટ ડ્યુટી જેવા મુદ્દાઓ પર તેઓએ વારંવાર રજૂઆતો કરી હતી. જોકે, સરકાર તરફથી માત્ર આશ્વાસનો જ મળતા હતા, પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી તેવા આક્ષેપ હડતાળ પર ઉતરેલા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા માંગની નહિ સંતોષાય તો માસ સી એલ સાથે ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી.