પંચમહાલમાં ઉદ્યાન કેન્દ્રો ખંડેર હાલતમાં ફેરવાયા અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા
પંચમહાલના કાલોલ નગરપાલિકા હસ્તક આવેલ બંને ગાર્ડન અસહ્ય ગંદકી થી ખદબદી રહ્યા છે અને અ સામાજિક તત્વોનો અડ્ડો બનવા પામ્યા છે તેવામાં આ બંને બગીચા અ સામાજિક તત્વોથી મુક્ત કરાવી ગાર્ડનમાં સાફ-સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે
કાલોલ નગર પાલિકા હસ્તક આવેલ બે ઉદ્યાન કેંદ્ર જરૂરી જાળવણી અને નિભાવ ના અભાવે ખંડેર હાલતમાં ફેરવાયા છે જે તે સમય ના કાલોલ પંચાયત ના સરપંચ દ્વારા કરવામા આવેલ પ્રસન્સીય કામગીરી ને બિરદાવી જેતે સમયે સરકાર દ્વારા સ્મશાન રોડ ઉપર ચંદુલાલ ઉપાધ્યાય નામે બગીચા નુ નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ જરૂરી જાળવણી અભાવે બગીચામાં અસહ્ય ગંદકી જોવા મળી રહી છે બાળકો માટે રમવાના સાધનો તેમજ બેસવા માટેના બેંચીસ તુટેલી હાલતમાં જૉવા મળી રહી છે બગીચામાં ઠેર ઠેર દારૂ ની ખાલી બોટલ બિયર ટીન જોવા મળી રહ્યા છે ચંદુલાલ ઉપાધ્યાય ઉદ્યાન એક રીતે અસમાજિક તત્વોનો અડ્ડો બનવાં પામ્યો છે આ તરફ વડોદરા હાઇવે અડીને ગાયત્રી મંદિર નજીક આવેલ બગીચામાં પણ અસહ્ય ગંદકી તૂટી ગયેલા વીજ પોલ નજરે પડી રહ્યા છે પાછલા ઘણા વર્ષોથી બગીચાઓની સાર સાંભાર રાખવામાં ન આવતા આ બંને બગીચા નસેડી પાર્ક માં ફેરવાયા છે અહીંયા અ સમાજિક તત્વો પોતાનો અડ્ડો જમાવી બેઠાં છે તેવામાં જાહેર ઉદ્યાન કેંદ્ર અસામાજિક તત્વો થી મુક્ત કરાવી બગીચાની સાફ સફાઈ તેમજ બાળકો માટેના સાધનો મૂકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે
કાલોલ નગરપાલિકા હસ્તક આવેલ બંને ઉધાન કેન્દ્રો જરૂરી જાળવણી અભાવે બિસમાર હાલત મા હોવાનું પાલિકા ચીફ ઓફિસરે કબૂલાત કરી સાથે આ બન્ને ગાર્ડન સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2024.25 હેઠળ સમાવેશ કરવામાં આવ્યા છે અને રૂ 1.29 કરોડ ના ખર્ચે આ બંને ગાર્ડન રિમોવેશન કરવામાં આવશે તેમ જણાવ્યું