ગોધરાના મુસ્લિમ સમાજ દ્વારા વકફ સુધારા બિલ અને UCC નો કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ
ગોધરાના મુસ્લિમ સમાજ દ્વારા વકફ સુધારા બિલ અને UCC નો કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ
કેન્દ્ર સરકાર દ્વારા વકફ સુધારા બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની તૈયારી સામે સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજમાં પ્રચંડ વિરોધ જોવા મળી રહ્યો છે. આ બન્ને મુદ્દાઓને લઈને દેશભરના વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યાં છે.
મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા વક્ફ સુધારા બિલ અને સમાન સીવીલ કોડ નો વિરોધ નોંધાવવા માટે હાથ ઉપર કાળી પટ્ટી બાંધી વિરોધ કરવા માટે અહવાન કરવામાં આવ્યું હતું જેને લઇને આજે શુક્રવારની નમાઝ મા મુસ્લિમો એ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો
ગોધરાના મુસ્લિમ સમાજ વકફ (શુરા) કમિટીએ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આહવાન બાદ પવિત્ર રમજાન માસના અંતિમ શુક્રવાર ની નમાઝ મા કાળી પટ્ટી બાંધી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો. જમણા હાથે કાળી પટ્ટી બાંધીને મુસ્લિમ સમાજના લોકો મસ્જિદોમાં એકત્ર થયા હતા અને વકફ સુધારા બિલ અને સમાન સીવીલ કોડ અંગે ભારે વિરોધ નોંધાવ્યો હતો