ગોધરા ખાતે 1 મે ના રોજ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીનો થનગનાટ

 ગોધરા ખાતે 1 મે ના રોજ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી


થનાર છે ત્યારે વિશાળ ડોમ સહિતની કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યાં 



ગોધરા ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થવાની છે. જેના લઈને તંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપી દેવામાં આવ્યાં છે.કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર  પટેલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત  ઉપસ્થિત રહેશે. લુણાવાડા રોડ પર છબનપુર ખાતે વિશાળ ડોમ તૈયાર કરવામા આવ્યો  છે. ગોધરા શહેરના રોડ રસ્તાને પણ રીનોવેટ કરી દેવામાં આવી રહ્યા છે. ડીવાઈડરોને પણ રંગરોગાન કરવામા આવી રહ્યા છે. 


પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે ગુજરાત સ્થાપના દિવસ નિમીત્તે ગુજરાત ગૌરવ દિવસ 2025ની ઉજવણી કરવામા આવશે જેના લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામા આવી  છે. સાથે ગોધરા શહેરમાં પણ સાકસફાઈ સહિત રોડ રસ્તાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.છબનપુર - પોપટપુરા ઓવર બ્રીજથી ગોધરા તરફ જતા રસ્તાનું પણ નવીનીકરણ કરવામાં આવ્યુ છે. કાર્યક્રમમા દિવસે ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે રસ્તાની બાજુમાં માટીનું પુરણ પણ કરવામાં આવી રહ્યુ છે. સ્થાપના દિવસને લઈને પોલીસ પરેડ, પોલીસ બેન્ડ સહિતના કાર્યક્રમો તેમજ શસ્ત્રપ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજાનાર છે. ગોધરા શહેરમા સ્થાપના દિવસની ઉજવણીને લઈને ગોધરાવાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમા લુણાવાડા રોડ છબનપુર ખાતે બામરોલી રોડ , એસઆરપી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ હોવાથી ડોમ તૈયાર કરવામાં આવ્યા છે.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.