ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે રાજ્યના પત્રકારો કેમ રોષે ભરાયા...
ગોધરામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું
પત્રકારો માટે સાર્વજનિક અપશબ્દો બોલતા રાજકીય નેતાઓ સામે ભારે આક્રોશ સાથે આવેદન અપાયું
ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકારોને તોડ બાજ જેવી ટિપ્પણી કરી સંબોધન કરેલ છે જેથી ગુજરાતના પત્રકારોમાં રોષ જોવા મળી રહ્યો છે ૧૦ હજાર જેટલા પત્રકારો ધરાવતું રાજ્યનું સૌથી મોટું પત્રકાર એક્તા પરિષદ દ્વારા રાજ્યના જિલ્લા તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે અનુસંધાને ગોધરા ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
જેમાં તાલુકા,જિલ્લા,પ્રદેશ ઝોન મહિલા લીગલ વિગ સહીતના પત્રકારો ભેગા થઈ ભારે આક્રોશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
બાઈટ:- ઇસ્માઇલ ઝભા
પત્રકાર એક્તા પરિષદ જિલ્લા પ્રમુખ,પંચમહાલ