ગોધરામાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના લાઈટ ગુલના આહ્વાન પર છવાયો અંધારપટ
ગોધરામાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના લાઈટ ગુલના આહ્વાન પર છવાયો અંધારપટ મુસ્લિમ સમાજ દ્વારા 15 મિનિટ લાઈટ બંધ કરી વકફ એક્ટ 2025 નો નોંધાવ્યો વિરોધ
સમગ્ર દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા વકફ એક્ટ 2025 નો વિરોધ નોંધાવ્યો છે જેને લઇ વિવિધ કાર્યક્રમો શાંતિપ્રિય રીતે યોજવામાં આવી રહ્યા છે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને જમિયત ઓલમાએ હિંદ તરફથી અનેક કાર્યક્રમો દ્વારા દેખાવો અને વિરોધ કરવામાં આવી રહ્યો છે તેના ભાગરૂપે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ દ્વારા આજે લાઈટ ગુલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે અંતર્ગત ગોધરા શહેરમાં રાત્રે 9 થી 9:15 કલાક દરમ્યાન દુકાનો મકાનોમાં લાઈટ બંધ રાખવામાં આવી હતી જેથી સમગ્ર વિસ્તારમાં 15 મિનિટ સુધી અંધારપટ છવાઇ ગયો હતો
મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ ના લાઈટ બંધ કાર્યક્રમને સમગ્ર ગોધરાના મુસ્લિમ સમાજે સફળ બનાવી વકફ એક્ટ 2025 નો વિરોધ નોંધાવ્યો હતો