ગોધરામાં યોજાયો નિઃશુલ્ક આયુર્વેદ નિદાન અને સારવાર મેગા કેમ્પ
ગોધરામાં યોજાયો નિઃશુલ્ક આયુર્વેદ નિદાન અને સારવાર મેગા કેમ્પ
યુનિક એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને પારૂલ યુનિવર્સિટી ખેમદાસ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ
યુનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ નિઃશુલ્ક આયુર્વેદ કેમ્પનો 200 ઉપરાંત લોકોએ લાભ લીધો હતો
કેમ્પમાં અનુભવી આયુર્વેદિક વૈદ્યો દ્વારા વિવિધ રોગો જેવા કે સાંધાનો દુખાવો, શ્વાસની તકલીફ, પાચન સંબંધી સમસ્યાઓ, ત્વચાના રોગો અને હરસ-મસાની તપાસ અને સારવાર કરવામાં આવી હતી
કેમ્પમાં નિદાન ઉપરાંત પંચકર્મ ચિકિત્સા, એક્યુપ્રેશર, અને આયુર્વેદિક ઔષધોનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું.