દારૂખાનું વેચતા વેપારીઓનો સંપર્ક ન થતાં પગલાં લેવાયા ૧૦ દુકાનો સીલ કરી કાર્યવાહી કરવામાં આવી
ગોધરાના બગીચા રોડ પર આવેલી ફટાકડાની દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું
દારૂખાનું વેચતા વેપારીઓનો સંપર્ક ન થતાં પગલાં લેવાયા ૧૦ દુકાનો સીલ કરી કાર્યવાહી કરવામાં આવી
ડીસામાં બનેલ આગ ની ઘટના બાદ તંત્ર સફારૂ જાગ્યું છે શહેરના બગીચા રોડ પર આવેલી ફટાકડાની દુકાનો પર મામલતદાર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તંત્ર દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો ૧૦ જેટલા વેપારીઓ દુકાનને તાળું મારી રવાના થઇ ગયા હતા મામલતદાર દ્વારા બંધ દુકાનોને સીલ કરવામાં આવી હતી એક દુકાન ખુલ્લી મળતા તેમાંથી 96 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અન્ય વેપારીઓને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી