ગોધરાના સેવા સદન કચેરીમાં એ સી બી ની સફળ ટ્રેપ

 ગોધરાના સેવા સદન કચેરીમાં એ સી બી ની સફળ ટ્રેપ


  પ્રાંત કચેરીના નાયબ મામલતદાર અને આઉટસોર્સ પટાવાળા રૂપિયા 1 લાખ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા


જમીન ખરીદીમાં વાંધા અરજીના નિકાલ કરવા અરજદાર પાસે લાંચની રકમ માંગ્યાનો આરોપ




મહીસાગર એન્ટી કરપ્શન બ્યુરો ની ટીમે આજે ગોધરા શહેરના નાલંદા સ્કૂલના કમ્પાઉન્ડમાંથી રુપિયા 1 લાખ ની લાંચ લેતા નાયબ મામલતદાર અને એક આઉટસોર્સ પ્યુનને રંગે હાથ પકડી પાડ્યા હતા .


પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીએ પોતાના ભાગીદારના નામે જમીન ખરીદી હતી જેમાં વાંધા અરજીને લઈને કેસ પ્રાંત કચેરી સુધી પહોંચ્યો હતો. ફરિયાદી દ્વારા નાયબ મામલતદારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મામલતદારે ફરીયાદી પાસેથી રૂ. ૨.૫૦ લાખની લાંચની રકમની માંગણી કરી હતી.

આખરે ૧ લાખની લાંચની રકમ આપવાની સમજૂતી થઇ હતો. જોકે, જમીન માલિક ફરીયાદી લાંચ આપવા ના માંગતા હોય એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવી હતી.


ફરિયાદને આધારે એસીબી ટીમે તુરંત કાર્યવાહી કરતાં આરોપી નાયબ મામલતદાર મોહંમદ નઈમ અને આઉટસોર્સ પ્યુન ગણપત કાંતિ પટેલને પંચોની હાજરીમાં લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધા હતા.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.