ગોધરામાં જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને લઇ મિટિંગ યોજાઈ
ગોધરામાં જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને લઇ મિટિંગ યોજાઈ
પોલીસ તાલીમ ભવન ખાતે જિલ્લાના સામાજિક આગેવાનો, વેપારીઓ તથા વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ચર્ચા કરવામાં આવી
આજ રોજ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી ની અધ્યક્ષતામાં જિલ્લાના સામાજિક આગેવાનો, વેપારીઓ તથા વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે એક મહત્વની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોઈ પણ આકસ્મિક સ્થિતિ ઉદભવે તો શું કાર્યવાહી કરવી તે બાબતે સમાજ કરવામાં આવી હતી
સોશિયલ મીડિયા દ્વારા ખોટા મેસેજ ન ફેલાવવા તેમજ કોઈ પણ શંકાસ્પદ હરકત જણાય તો સ્થાનિક પોલીસ તંત્ર ને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.
તેમજ હાલમાં જિલ્લા કલેકટર તરફથી પ્રસિદ્ધ કરેલા Drone fly તેમજ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ બાબતે ચુસ્ત પાલન કરવા માટે સૂચના આપવામાં આવી હતી