ગોધરામાં ઓપરેશન સિંદૂરને લઇને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
ગોધરામાં ઓપરેશન સિંદૂરને લઇને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીયો તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા જિલ્લાના વિવિધ સંગઠનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતવાસીઓ અને તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે.જેને લઇ ગોધરા ખાતે વિવિધ સંગઠનો દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું
યાત્રાની શરૂઆત એ પી એમ સી, ચાચર ચોક, વિશ્વ કર્માં ચોક, એલ આઇ સી રોડ, પટેલ વાડા ,સોનીવાડ બાવાની મઢી થઇ તળાવ ખાતે સમાપન થયું હતું.
આ તિરંગા યાત્રામાં લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર ધારાસભ્યો, રેન્જ આઇ જી આર વી અસારી એસ પી હિમાંશુ સોલંકી સહીત ના અધિકારી પદાધિકારીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.