ગોધરા પોલીસ હેડ કોર્ટેર ખાતે સિવિલ ડિફેન્સની "ઓપરેશન શિલ્ડ" મોકડ્રીલનું આયોજન

 ગોધરા પોલીસ હેડ કોર્ટેર ખાતે સિવિલ ડિફેન્સની "ઓપરેશન શિલ્ડ" મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો ઉદ્દેશ યુદ્ધ કે હવાઈ હુમલા જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા અને તૈયારીઓનું મૂલ્યાંકન કરવાનો હતો. 




    

      આ મોકડ્રીલ દરમિયાન એર રેઈડ સાયરનનું પરીક્ષણ, બ્લેકઆઉટ પ્રક્રિયા, નાગરિકોની સ્થળાંતર યોજના અને કટોકટી પ્રતિસાદની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. આ ડ્રીલનો હેતુ દુશ્મનના હવાઈ હુમલા, ડ્રોન કે મિસાઈલ હુમલા જેવી પરિસ્થિતિઓમાં જનતાની સુરક્ષા અને સંકલનની ક્ષમતાને મજબૂત કરવાનો હતો.  


      આ ડ્રીલની શરૂઆત  જિલ્લાના કલેક્ટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ થઈ, જેમણે નાગરિકોને આ મોકડ્રીલમાં સહભાગી થવા અપીલ કરી હતી. 


    

         આ મોકડ્રીલનું આયોજન પહેલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ વધતી સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. ગૃહ મંત્રાલયના નિર્દેશ હેઠળ આ બીજી મોકડ્રીલ હતી, 


 આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ દેશની સુરક્ષા તંત્રને મજબૂત કરવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.