હજ યાત્રિકોને વિદાય આપવા માટે આવતા સગા સંબંધીઓની સંખ્યા મર્યાદિત રાખવા અપીલ

 હજ યાત્રિકોને વિદાય આપવા માટે આવતા સગા સંબંધીઓની સંખ્યા મર્યાદિત રાખવા અપીલ 


દરેક એરપોર્ટ હાઈ એલર્ટ પર હોય સુરક્ષાને ધ્યાને રાખી હાજી દીઠ ૪ થી ૫ લોકો વિદાય આપવા  આવે તેવી અપીલ કરવામાં આવી 



ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન ઇકબાલ સૈયદ તરફથી માહિતી આપવામાં આવી છે કે હજ 2025 માટે અમદાવાદ એરપોર્ટ થી જતા હજ યાત્રિકોને વિદાય આપવા આવતા દરેક હજ યાત્રિકોના સંબંધીઓને નમ્ર વિનંતી છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ દેશના દરેક એરપોર્ટ  હાઈ એલર્ટ પર રાખવામાં આવેલ છે જેથી તમામ હજ યાત્રિકો તથા તેમના સગા વ્હાલાઓને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે સુરક્ષાને ધ્યાને લઇને એરપોર્ટ પર પોતાની સાથે વિદાય આપવા આવતા સગા સંબંધીઓ હાજી દીઠ ફક્ત 4 થી 5 લોકોની સંખ્યામાં મર્યાદિત રાખે શક્ય હોય તેટલું ઓછા લોકોએ એરપોર્ટ સુધી હજ યાત્રિકોને વિદાય આપવા આવે ખાસ કરીને નાના બાળકો ને એરપોર્ટ સુધી ન લાવવા વિનંતી  છે તમામ યાત્રિકો તથા તેમના પરિવારજનોને સહયોગ આપવા અપીલ કરવામાં આવે છે

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.