પંચમહાલ SOG પોલીસ દ્વારા QRT અને BDDS ની ટીમને સાથે રાખી ચેકીંગ હાથ ધરાયું.
પંચમહાલ એસ ઓ જી પોલીસ દ્વારા જિલ્લાની ભીડભાડ વાળી જગ્યામાં ચેકીંગ હાથ ધરાયું
ગોધરાના રેલવે સ્ટેશન,બસ સ્ટેશન પાવાગઢ ખાતે સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
ગોધરા રેન્જ આઇ જી આર વી અસારી અને એસ પી હિમાંશુ સોલંકી દ્વારા પ્રવર્તમાન સંજોગોને ધ્યાને રાખીને સુરક્ષા અને સલામતી માટે જિલ્લામાં આવેલા મહત્વના સ્થળોએ અને ભીડભાડ વાળી જગ્યામાં સઘન ચેકીંગ હાથ ધરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી
જે અન્વયે પંચમહાલ એસ ઓ જી પોલીસ દ્વારા ક્યુ આર ટી અને બી ડી ડી એસ ની ટીમ સાથે રાખી આધુનિક સાધનો તથા સ્નિફર ડોગને સાથે રાખી ગોધરાના રેલવે સ્ટેશન,બસ સ્ટેશન અને પાવાગઢ માંચી તથા મંદિર પરિસરમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું