ગોધરા બસ સ્ટેન્ડ મૂળ જગ્યાએ સ્થળાંતર કરવા વેપારી સંગઠન અને લોક જન શક્તિ પક્ષની માંગ
ગોધરા બસ સ્ટેન્ડ મૂળ જગ્યાએ સ્થળાંતર કરવા વેપારી સંગઠન અને લોક જન શક્તિ પક્ષની માંગ
શહેરના લાલબાગ બસ સ્ટેન્ડને ભુરાવાવ ખાતે સ્થળાંતર કરવાની જાહેરાત થયા બાદ સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણય સામે વેપારીઓના સંગઠન અને લોક જન શક્તિ પાર્ટીએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તીવ્ર વિરોધ નોંધાવ્યો છે.
સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે મુખ્ય બસ સ્ટેન્ડનું સ્થળાંતર કરવામાં આવતા તેમની રોજગારી પર સીધો પ્રભાવ પડયો છે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે હાલ સ્કૂલ કોલેજ ચાલુ થઈ ગઈ હોય વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે
હંગામી બસ સ્ટેન્ડ ખાતે ડ્રાયવર કંદક્તરો માટે રાત્રિ રોકાણ કરવાની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી સાંજના 6 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધી પણ બસ સ્ટેન્ડ ને મૂળ જગ્યાએ કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે