ગોધરા પરવડી બાયપાસ પર ટ્રેલરને નડ્યો અકસ્માત ફાયર વિભાગની ટીમે બચાવ કામગીરી હાથ ધરી
ગોધરા પરવડી બાયપાસ પર ટ્રેલરને નડ્યો અકસ્માત ડ્રાઇવરનો પગ ફસાઇ જતાં ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરી
ગોધરા પરવડી બાયપાસ પર જલારામ સ્કૂલ નજીક એક ટ્રેલરને ગંભીર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઇવરને ગંભીર ઇજાઓ થઈ, અને તેનો પગ કન્ટેનરના પતરામાં ફસાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં ગોધરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરના જવાનોએ આધુનિક સાધનોનો ઉપયોગ કરી ટ્રેલરનું પતરું કાપીને ઇજાગ્રસ્ત ડ્રાઇવરનો પગ બહાર કાઢ્યો હતો બચાવ કામગીરી બાદ ડ્રાઇવરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે ડ્રાઇવરનો જીવ બચાવી શકાયો હતો. હાલ ઈજાગ્રસ્ત ડ્રાઇવરની ગોધરા હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.