પંચમહાલમાં ફરી એકવાર નકલી ડોક્ટરનો કિસ્સો સામે આવ્યો
પંચમહાલમાં ફરી એકવાર નકલી ડોક્ટરનો કિસ્સો સામે આવ્યો છે. ડિગ્રી વગર દવાખાનું ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો એક બોગસ તબીબ પોલીસના હાથે ઝડપાયો છે. આ ઘટના ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામની છે.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામનો એ વિસ્તાર છે જ્યાં પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. અહીં એક નકલી ડોક્ટર, જેનું નામ શૈલેન્દ્રનાથ શાંતિરામજન હીરા હોવાનું જાણવા મળ્યું છે, તે બિનઅધિકૃત રીતે દવાખાનું ચલાવતો હતો. આ આરોપી પાસે ન તો કોઈ માન્ય મેડિકલ ડિગ્રી હતી કે ન તો પ્રેક્ટિસ કરવાનું લાઈસન્સ. છતાં તે ગરીબ અને ભોળા લોકોની સારવાર કરીને નાણાં કમાતો હતો.
એસ ઓ જી પોલીસને મળેલી બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા. શૈલેન્દ્રણાથ શાંતિરામજાન હીરા એલોપેથી દવાઓ આપવા ઉપરાંત ઈન્જેક્શન પણ આપતો હતો, જે લોકોના જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે. પોલીસે તેની પાસેથી 50 હજાર રૂપિયા ઉપરાંતની દવાઓ, ઈન્જેક્શન, ઇન્સ્ત્યુમેંટ જપ્ત કર્યા છે.