પંચમહાલમાં ગ્રામ પંચાયતની ચુંટણી ટાણે યુવકની હત્યાથી ચકચાર મચી

 સમાચાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાંથી આવી રહ્યા છે, જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી ટાણે એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી  છે

શહેરા તાલુકાના ધમાઈ ગામે ગ્રામ પંચાયતની ચુંટણી ટાણે હત્યાનો બનાવ સામે આવ્યો છે 



 નિશાળ ફળીયામાં ચર્ચા કરવા બેઠેલા વ્યક્તિઓ પર દિલીપ આરત પટેલ નામના શખ્સે મારી નાખવાના ઈરાદે ટ્રેક્ટર હંકારી  હુમલો કરવામાં આવ્યો છે 

હુમલામાં ૪૨ વર્ષીય હસમુખ મણીલાલ પટેલ નામના યુવક ઉપર ટ્રેક્ટર ચઢાવી દેતા તેને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડાયો હત જ્યાં સારવાર દરમ્યાન  હસમુખ પટેલનું મોત થયુ હતુ 

બનાવની જાણ શહેરા પોલીસને થતાં પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી 

સમગ્ર બાબતે દિપસિંહ આરતસિંહ પટેલ વિરુદ્ધ શહેરા પોલીસ મથકે હત્યાનો ગુન્હો નોંધાયો છે

શહેરા પોલીસે દિપસિંહ અરતાસિંહ પટેલની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.