પંચમહાલ જિલ્લાના પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજાયું
પંચમહાલ જિલ્લાના પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન ગુજરાત પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રરોડિયાની અધ્યક્ષતામાં યોજાયું
ગુજરાત પત્રકાર એકતા પરિષદનું પંચમહાલ જિલ્લા અધિવેશન આજે દાહોદ રોડ પર આવેલી લક્ઝૂરા હોટલ ખાતે યોજાયું હતું જેમાં રાજ્યભરના હોદ્દેદારોએ ભાગ લીધો. આ અધિવેશનમાં પત્રકારોના હકો, મીડિયાની સ્વતંત્રતા અને પડકારો અંગે ચર્ચા થઈ હતી
આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમાર, ડૉ .સુજાત વલી સહીત વરિષ્ઠ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
"આજનું અધિવેશન પત્રકારોના હકો માટે એક મહત્વપૂર્ણ પગલું છે. અમે સરકાર સાથે મળીને પત્રકારોની સુરક્ષા અને સુવિધાઓ માટે નીતિ ઘડવા માગીએ છીએ તેમ લાભુભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું
અધિવેશનમાં જિલ્લા અધ્યક્ષ પ્રદીપ સોની,પૂર્વ પ્રમુખ ઇસ્માઇલ ઝભા, પ્રદેશના મંત્રી વિપુલભાઈ દરજી, સહીત જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા