પંચમહાલ જિલ્લાના નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન યોજનામાં સુધારા સામે નોંધાવ્યો વિરોધ
ગોધરાના નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન નિયમોમાં સુધારા સામે નોંધાવ્યો વિરોધ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું..
ઓલ ઈન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન, દ્વારા નવી દિલ્હીએ નાણાં બિલ 2025 હેઠળ CCS પેન્શન નિયમોમાં થયેલા સુધારા સામે વિરોધ નોંધાવ્યો છે. જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી, આ સુધારાને પેન્શનરો વચ્ચે નિવૃત્તિની તારીખના આધારે ભેદભાવ ઊભો કરનારો ગણાવ્યો છે.
પેંશનરો નું કહેવું છે કે આ સુધારો 1972થી અમલમાં આવેલા CCS (પેન્શન) નિયમોને લાગુ કરે છે, જેનાથી પેન્શનરોમાં સમાનતા' જાળવવાની જરૂર નહીં રહે. આ નિયમો દ્વારા કેન્દ્ર સરકાર પેન્શનરોને તેમની નિવૃત્તિની તારીખના આધારે અલગ-અલગ લાભ આપે છે, જે સામાજિક ન્યાય અને સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ છે પેન્શન એ સામાજિક કલ્યાણનું સાધન છે, જે નિવૃત્ત સરકારી કર્મચારીઓને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. મોંઘવારી અને રૂપિયાની ઘટતી ખરીદશક્તિની અસર બધા પેન્શનરો પર સમાન રીતે પડે છે.અને ફેડરેશનનો આક્ષેપ છે કે 7 મા કેન્દ્રીય પગાર પંચે 01-01-2016 પહેલાં અને પછી નિવૃત્ત થયેલા પેન્શનરો વચ્ચે સમાનતા જાળવી હતી, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી પણ હતી. હવે આ સુધારા દ્વારા આ સમાનતાને નષ્ટ કરવામાં આવી રહી છે, જે નૈતિક રીતે અયોગ્ય છે. ફેડરેશને પ્રધાનમંત્રીને વિનંતી કરી છે કે ગા આ મામલાની પુનર્વિચારણા માટે જવાબદાર અધિકારીઓને આદેશ આપવામાં આવે, જેથી પેન્શનરોને યોગ્ય લાભથી વંચિત ન થવું પડે તેવી માંગ સાથે આજરોજ પેંશનરો એ આવેદનપત્ર પાઠવ્યું હતું