પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળતાં અજય દહિયા

 *પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળતાં અજય દહિયા*


 અમરેલી જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા વર્ષ ૨૦૧૪ ની બેચના આઈ.એ.એસ. અજય દહિયાની પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે બદલી થતાં તેમણે જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો છે.



                  મૂળ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના વતની શ્રી અજય દહિયાએ આઈ.આઈ.ટી. દિલ્લી ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી. ટેક. નો અભ્યાસ પૂર્ણ કરી વર્ષ ૨૦૧૪ ની સંઘ લોક સેવા આયોગની પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જોડાયા હતા. 

                તેમણે સૌપ્રથમ દાહોદ અને મોરબી જિલ્લામાં મદદનીશ કલેકટર તરીકે અને ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોરબંદર અને બનાસકાંઠા જિલ્લામાં સેવા આપી છે. તેમણે પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા ભાવનગર તરીકે તથા અમરેલીમાં જિલ્લા કલેકટર તરીકે નોંધપાત્ર કામગીરી કરી છે.

**********

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.