નવી ઊંચાઈઓ સર કરતી ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી

 નવી ઊંચાઈઓ સર કરતી ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી


વિધાનસભાના ઉપાધ્યાક્ષ જેઠા ભરવાડના હસ્તે રૂ. ૬૫ કરોડથી 

વધારેના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું 


     લોકાર્પણ અને ભૂમિપૂજન સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી શુભેચ્છા સંદેશ આપ્યો હતો 



. વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ એ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ ખાતે ઉપસ્થિત રહીને રૂ. ૬૫ કરોડથી વધારેની રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહીને સૌને શુભેચ્છા પાઠવી હતી. યુનિવર્સિટીને વિદ્યા અને વિકાસનું કેન્દ્ર ગણીને શાહે પંચમહાલના ઈતિહાસમાં આજના દિવસને મહત્વનો ગણાવ્યો હતો.

 મહત્વનું છે કે, લોકાર્પિત થયેલા વિકાસ પ્રકલ્પોમાં રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્મિત સેન્ટર ઓફ એક્સેલન્સ, રૂ. ૧૫ કરોડના ખર્ચે બનેલ ઇન્ડોર મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, રૂ. ૧૨ કરોડના ખર્ચે બનેલ સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, ફૂટબોલ અને ક્રિકેટ ગ્રાઉન્ડ, રૂ. ૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ કૃત્રિમ તળાવ, મિયાવકી વન કવચનો સમાવેશ થાય છે. આ સાથે જ વિધાનસભા ઉપાધ્યક્ષએ રૂ. ૨૩ કરોડના ખર્ચે તૈયાર થનાર હોસ્ટેલ બિલ્ડિંગ તેમજ રૂ. ૩ કરોડના ખર્ચે તૈયાર થનાર એમિનિટી સેન્ટરનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું હતું. 

લોકાર્પણ અને ભૂમિપૂજન સમારોહમાં સાંસદ, ધારાસભ્યઓ જિલ્લા પંચાયતના પ્રમુખ, યુનિવર્સિટીના સત્તાધીશો, જિલ્લા કલેક્ટરશ્રી, પદાધિકારીઓ, અગ્રણીઓ, સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.