ગોધરા વડોદરા હાઇવે પર ચોંકાવનારી ઘટના કાર ચાલક ૬ બેગ લઈ થયો ફરાર
સમાચારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ગોધરા વડોદરા હાઇવે રોડ પર બેગ વેચતા એક વેપારીની 6 બેગ લઈને એક કાર ચાલક ફરાર થઈ ગયો છે. વેપારીએ આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી
આ ઘટના ગોધરા વડોદરા હાઇવે પર બની છે. મળતી માહિતી અનુસાર, 12 જૂનના રોજ એક વેપારી હાઇવે પર પોતાની બેગ વેચવા પથારો ચલાવી રહ્યો હતો. આ દરમિયાન એક કાર ચાલક તેની પાસે આવ્યો અને બેગ ખરીદવાના બહાને 6 બેગ લઈને ફરાર થઈ ગયો હતો વેપારી કય સમાજે તે પહેલા કાર ચાલકે કોઈ જવાબ આપ્યા વિના ઝડપથી વાહન હંકારી ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી
વેપારીએ તાત્કાલિક નજીકના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જઈને આ ઘટના અંગે અરજી આપી છે.