ગોધરાની 100 ઉપરાંત મુસ્લિમ મહિલાઓ રોજગારીની તકો ઉભી કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચી
ગોધરા શહેરની 100 ઉપરાંત મુસ્લિમ મહિલાઓ દ્વારા રોજગારીની માંગ સાથે જિલ્લા ક્લેક્ટર ને રજૂઆત કરવામાં આવી.
રાજ્ય ની ગરીબ મહિલાઓ ને પૂરતા પ્રમાણમાં રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે પરંતુ ગોધરા શહેરની મુસ્લિમ મહિલાઓ સુધી આ યોજનાઓ પહોચતી નથી અને આ યોજનાઓના લાભ મળી રહેલ નથી જે ને લઈ આજ રોજ ગોધરા ની 100 ઉપરાંત મુસ્લિમ મહિલાઓ પંચમહાલ જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા ક્લેક્ટર ને લેખીત રજૂઆત કરી હતી મહિલા દ્વારા રજૂઆત માં જણાવ્યું હતું કે, અમને સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર, મહેંદી ક્લાસ સહિત રોજગારી મળી રહે તેવા ઉદ્યોગો ઉભા કરવામાં આવે જે થી અમને કોઈ સામે હાથ ફેલાવો ન પડે અને અમે તમામ મહિલાઓ આત્મનિર્ભર બની શકીએ