ગોધરા રેન્જ આઇ જી ની અધ્યક્ષતામાં 15 મી જુલાઈના રોજ મિટિંગ યોજાશે જાહેર જનતા પ્રશ્નો રજૂઆત કરી શકશે
પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ગોધરા ખાતે આગામી 15 મી જુલાઈએ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ છે
ગોધરા રેંજના પોલીસ મહાનિરિક્ષક ની અધ્યક્ષતાને આ મીટીંગ નુ આયોજન કરવામાં આવશે જેમાં પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે જાહેર જનતાને પણ રજૂઆત માટે આમંત્રિત કરવામાં આવી છે
પંચમહાલ જિલ્લા ની SP કચેરી ગોધરા ખાતે આગામી 15 મી જુલાઈ મંગળવારના રોજ ગોધરા રેન્જ આઇ જી ની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓની એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે આ મિટિંગમાં ગોધરા સહિત પંચમહાલની જાહેર જનતાને આમંત્રિત કરવામાં આવી છે જેમાં જનતાની કોઈ રજૂઆત કે પ્રશ્નો હોય તેઓ આ મિટિંગમાં રજૂઆત કરી શકશે આ અંગેની માહિતી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતેથી પ્રેસ નોટ વડે આપવામાં આવી છે