પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 3 બાળકોના મોતથી લોકોમાં ચિંતાનું મોજું.
. પંચમહાલ જિલ્લામાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે ત્રણ બાળકોના મોત થયા છે. આ ઘટનાથી આખા વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા અને હાલોલ વિસ્તારોમાં ગત એક સપ્તાહમાં આ ત્રણ બાળકોના મોત નોંધાયા છે. આ બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા, જેના કારણે તેમને તાત્કાલિક સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. જોકે, ત્રણ બાળકોનો જીવ બચાવી શકાયો નથી. હાલ એક અન્ય બાળક સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે.
આ ઘટનાને પગલે ICMR પુડુચેરીની ટીમ પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. આરોગ્ય વિભાગે ચાંદીપુરા વાયરસના ફેલાવાને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કર્યું છે. લોકોને સાવચેતી રાખવા અને તાવ, માથાનો દુખાવો કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
ચાંદીપુરા વાયરસ એક ગંભીર વાયરસ છે, જે મુખ્યત્વે બાળકોમાં ઝડપથી ફેલાય છે અને તેના લક્ષણોમાં તાવ, ખેંચ અને ન્યુરોલો...