પંચમહાલ ભાજપ કાર્યાલય કમલમ ખાતે નવનિયુક્ત સરપંચ શ્રીઓનો સન્માન સમારોહ યોજાયો

 ગોધરાના કમલમ ખાતે નવનિયુકત સરપંચશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો 


પંચમહાલ જિલ્લામા તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચુંટણીમા ચૂંટાયેલા સરપંચો નો સન્માન સત્કાર કાર્યક્રમ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવા મા આવ્યો હતો 

 


     ભાજપ ના કમલમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમ મા જિલ્લા ના તમામ ચૂંટાયેલા અને સમરસ થયેલ સરપંચો એ હાજરી આપી હતી 


      સરપંચ સન્માન સત્કાર કાર્યક્રમ મા સૌ ચૂંટાયેલા અને સમરસ થયેલ તમામ મહિલા અને પુરુષ સરપંચ નું ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન કરવા મા આવ્યું હતું અને ખાસ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પાર્ટી ને અનુલક્ષી ને જણાવાયું કે જિલ્લા મા ચૂંટાયેલા તમામ સરપંચ ભાજપ સમર્થીત સરપંચ છે જેથી આગામી સમય મા સરકાર ની તમામ યોજના ઓ નો લાભ પહોંચાડવા મા સરળતા રહશે 

  

  આ કાર્યક્રમ મા હાજર કાલોલ ના ધારાસભ્ય અને મોરવા હડફ ના ધારાસભ્ય એ પણ સરપંચ ને ગામડા ના સાચા સેવક બનવા અપીલ કરી અને સુચન પણ કર્યું કે સરપંચ બની ગામ મા વિકાસ થાય એવા કામો કરશો 

   પ્રભારી ભરત ભાઈ ડાંગર દ્વારા પણ સરપંચો ને ગામ ના સેવા ના કામ મા આગળ આવવા જણાવાયું હતું 

 આગામી સમય મા ભારતીય જનતા પાર્ટી ને મજબૂતી જાળવી રાખવા કટિબદ્ધ થવા સર્વે દ્વારા આહવાન કરાયું હતું 


     આ કાર્યક્રમ મા જિલ્લા ભાજપ ના પ્રભારી ભરત ડાંગર, જિલ્લા પ્રમુખ મયંક દેસાઈ, મોરવા હડફ,કાલોલના ધારાસભ્યો સહીત જિલ્લા ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.