સાંસદ દેવુસિંહ ચૌહાણના નિવેદનથી બ્રહ્મણ સમાજમાં ફેલાયો રોષ
સાંસદ દેવુસિંહ ચૌહાણના નિવેદનથી બ્રહ્મણ સમાજમાં રોષ ફેલાયો છે તેમણે ગીતા, વેદો અને કર્મકાંડ અંગે ટિપ્પણી કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
જેમાં તેમણે કહ્યું હતું કે "કર્મકાંડની વાતો સમાજને બીજી દિશામાં દોરી જાય છે." આ નિવેદનને બ્રહ્મણ સમાજ અને સનાતન ધર્મનું અપમાન ગણાવી, સમાજના આગેવાનોએ તેનો વિરોધ કર્યો છે અને માફીની માગણી કરી છે