પંચમહાલમાં મનરેગા કોભાંડ સહિત અન્ય મુદ્દાઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું
પંચમહાલ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો વિવિધ મુદ્દાઓને લઈને કલેક્ટર કચેરી એ પહોંચ્યા
પ્રમુખ ચેતનસિંહ પરમારની અધ્યક્ષતામાં નારા લગાવી રેલી સ્વરૂપે કલેક્ટર ને આવેદન પાઠવ્યું
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિપક્ષના નેતા તુષાર ચૌધરીને ઉદ્દેશીને આદિવાસી સમાજ પર પત્રકાર જગદીશ મહેતા દ્વારા કરાયેલી ટિપ્પણી મુદ્દે તથા પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મનરેગા યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા તપાસ માટે અગાઉ અપાયેલ આવેદનપત્ર બાબતે કોઈ તપાસ ન થવા બાબત તથા પંચમહાલ જિલ્લામાં ગોધરા અમદાવાદ ઈન્દોર હાઇવે પર પડેલ ખાડા અને માર્ગના મુદ્દે તથા ખેડાના ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા એક કાર્યક્રમમાં બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી બાબતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું જેમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા