ગોધરામાં ધોધમાર વરસાદે ધબડાતી બોલાવી પાલિકાના પાપે વિધાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા
પંચમહાલ જિલ્લાના ગોધરામાં ધોધમાર વરસાદે ધબડાતી બોલાવી છે. ભારે વરસાદના કારણે શહેરના રોડ-રસ્તાઓ નદીમાં ફેરવાયા છે, જેના લીધે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પાલિકાના પાપે હમીરપુર રોડ પર આવેલી એમ ઈ ટી હાઈસ્કૂલના વિધાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા
ગોધરા શહેરમાં બપોરના 3 કલાકથી શરૂ થયેલો ભારે વરસાદ સાંજે 7 વાગે યથાવત રહ્યો હતો .થોડા જ કલાકોમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, અને રસ્તાઓ પર નદી જેવો પ્રવાહ જોવા મળ્યો. ખાસ કરીને ગોધરાના નીચાણવાળા વિસ્તારો માં પાણીનું સ્તર ઘૂંટણ સુધી પહોંચી ગયું છે. રસ્તાઓ પર ભરાયેલા પાણીમાંથી પસાર થતાં હમીરપુરના એમ ઈ ટી હાઈસ્કૂલના વિધાર્થીઓ
પાણીમાં ચાલતા અને મુશ્કેલીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે